ઘઉંના જવારા તો ઈશ્વરીય બક્ષિશ જ ગણાય કારણ કે તે નવું જીવન બક્ષનારું ઔષધ તરીકે ઓળખાય છે. તો ચાલો જાણીએ
ઘઉંને (wheat) જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે, તેને ઘઉંના જવારા કહેવાય છે. જેનું જ્યુસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય (wheat grass juice benefits) છે. આ વ્હીટ ગ્રાસનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિઅસિયમ (Triticum estiasium) છે. 6થી 8 ઇંચ લાંબા જવારાને પીસીને તેનો રસ કાઢીને પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઈ જેવા પોષક તત્વો હોય છે. તેના ખૂબ ફાયદા હોવાથી લોકો તેને ઘરે વાસણો અને લોનમાં ઉગાડે છે. ઘઉંના જવારાનો રસ પીવાના અગણિત ફાયદા છે.
ઘઉંના જવારા ઉગાડવાની રીત :-
- 6 થી 8 પહોળાઈવાળા માટીના કોડિયા કે કુંડામાં કોઈપણ કુટુંબની જરૂરિયાત પ્રમાણે 7 , 14 , 21 કે 28 ગ્રામમાં ચોખ્ખી સારી કાળી ખેતરાઉ માટી નાખીને કોઈપણ જાતનું રસાયણ ખાતર મેળવ્યા સિવાય દરરોજ એક, બે કે ત્રણ કુંડામાં ઘઉં વાવી શકાય.
- સામાન્ય રીતે છ થી દસ દિવસમાં ઘઉંના જવારા પાંચથી સાત ઇંચના થાય છે. પાંચથી સાત ઇંચ સુધીના જવારામાં જ પૂરતા રોગહર દ્રવ્યો મળે છે. તેથી ઉપરાંતના (સાત ઈંચથી) મોટા જવારામાં તે મળી શકતા નથી.
- આ જવારાને માટીની સપાટી પાસેથી કાતરથી કાપી લઈને અથવા મૂળમાંથી ખેંચી કાઢી વાપરી શકાય. અને ત્યારબાદ તે જ કુંડામાં ફરી ઘઉં વાવી શકાય છે. વાવતી વેળાએ કુંડા કે કોડિયાની અંદરની સપાટી માટી ઢંકાય એટલા ઘઉં નાખવા કે જેથી થોડી જગ્યામાં વધુ જવારા મળી શકે. આ રીતે ક્રમ:સર કુંડામાં ઘઉં વાવવાથી હંમેશા જવારા મળ્યા કરે છે.
ઘઉંના જવારા લેવાની રીત :-
- જવારા કાપ્યા પછી તરત જ તેને સ્વચ્છ પાણીથી ધોઈને ખાંડી, કપડાના કટકામાં દાબી, નીચોવી તેનો રસ કાઢવો. આ જવારાના કૂચાને આ રીતે ફરી ફરી ત્રણ વખત ખાંડીને નિચોવવાથી તેમાંનો પૂરો રસ નીકળી જશે. (ચટણી બનાવવાના સંચા કે બીજા એવા મશીનથી પણ રસ કાઢી શકાય) આ રસ કાઢ્યા પછી, તેને તુરત જ ધીમે ઘૂંટડે પી જવો. કારણ કે પડતર રસનો ગુણ દરેક ક્ષણે ઓછો થતો જાય છે.
- આ રસ ગમે ત્યારે અનુકૂળતાએ લઇ શકાય છે. પરંતુ તે લીધા પછી અર્ધા કલાક સુધી કોઈપણ પ્રકારનો ખાદ્ય કે પેય પદાર્થ ન લઇ શકાય. શરૂઆતમાં કેટલાકને ઉબકા કે ઉલટી થાય છે, ઝાડા કે શરદી પણ થાય છે પરંતુ તેથી જરાય ગભરાવવું નહિ. ઉલટી, ઝાડા, શરદી વાટે શરીરમાં એકઠા થયેલા ઝેરો નીકળી જાય છે.
- આ રસમાં આદું અને / અથવા નાગરવેલના પાન ઉમેરી શકાય. આમ કરવાથી જવારાના રસના સ્વાદ અને ગુણમાં વધારો થાય છે અને ઉબકા આવતા નથી. આ રસમાં લીંબુનો રસ કે મીઠું નાખવું નહિ.
- રસ કાઢવાનો સમય કે અનુકૂળતા ન હોય તો જવારા ખૂબ ચાવીને પણ ખાઈ શકાય. આથી દાંત અને પેઢા મજબૂત થવા ઉપરાંત મોંમાંથી ખરાબ વાસ આવતી હોય તો તે ઓછી થશે અથવા તદ્દન બંધ થઇ જશે.
- જવારાના રસ શરુ કર્યા પછી અનુકૂળતા અને ફાયદો જણાય તો બે થી ત્રણ વખત પણ લઇ શકાય.
- જીવન – મરણનો સવાલ હોય તેવા દર્દીને તો દિવસમાં ત્રણ વખત એક મોટો ગ્લાસ ભરીને પણ આપી શકાય.
- સર્વ પ્રકારના રોગો અને શારીરિક નબળાઈઓ દૂર કરનાર આ જવારાનો રસ દૂધ – દહીં અને માંસ કરતા અનેક રીતે વધુ ગુણકારી અને તાકાતવાન હોવા છતાં એ બધા કરતા આ કેટલું બધું સસ્તું છે !
- નવજાત શિશુથી માંડીને નાના, મોટા, આબાલ વુદ્ધ, નર નારીઓ સૌ કોઈ આ જવારા રસનું જોયતું સેવન કરી તંદુરસ્તી પ્રાપ્ત કરી શકે છે. પ્રસૂતા બહેનો પ્રસુતિકાળમાં આ રસનું સેવન કરે અને શિશુ પ્રાપ્તિ પછી બાળકને પણ દરરોજ ચારથી પાંચ ટીપા આ રસના આપે તો બાળકની તંદુરસ્તીનું ઘડતર સારું થાય છે.
ઘઉંના જવારા થી થતાં ફાયદા
- જવારાનો પાઉડર શરીર માટે અપ્રતિમ એનર્જિનો સ્રોત બની રહે છે, તેનાં સેવનથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.
- જવારા એ અન્ય કોઈ પણ શાકભાજી કે ફળફળાદિ કરતાં બહેતર છે, કારણ કે માનવશરીરને જરૂરિયાત હોય તેવાં એકસો કરતાં વધુ પોષકતત્ત્વો તેમાંથી મળી રહે છે. જો ઓર્ગેનિક પદ્ધતિથી તેનું ઉત્પાદન થાય તો તેમાં પૃથ્વી પરનાં ૧૦૨ મિનરલ્સમાંથી ૯૨ જેટલાં મિનરલ્સ આવી જાય છે. કેલ્શિયમ, મેગ્નેશિયમથી માંડીને આયર્ન, ઝિન્ક, પોટેશિયમ, ફોસ્ફરસ જેવાં અનેક તત્ત્વો તેમાં આવી જાય છે.
- જવારાના સેવનથી શરીરની કોઈ પણ પ્રકારની નબળાઈ દૂર થાય છે.
- જવારાનો પાઉડર નિયમિત લેવામાં આવે તો તેમાં એવા તત્ત્વો છે કે જેનાથી રક્તકણોની સંખ્યામાં ખાસ્સો વધારો થાય છે, હિમોગ્લોબિનની ટકાવારી વધે છે.
- કોઈ અકસ્માત વગેેરેને કારણે શરીર ઈજાગ્રસ્ત થયું હોય તો જ્વારાનો પાઉડર તેમાં ઉત્તમ કામ આપે છે. તેના સેવનથી શરીરમાં ઘા ઝડપભેર રુઝાય છે.
- જવારાનો પાઉડર નિયમિત લેવાથી વાળ સફેદ થવાની પ્રક્રિયા એકદમ ધીમી થઈ જાય છે. ખાસ કરીને નાની ઉંમરે થતી સફેદ વાળની સમસ્યામાં એ ઉત્તમ કામ આપે છે.
- જવારાના સેવનથી હાઈ બ્લડપ્રેશરને કાબૂમાં રાખી શકાય છે.
- ઘઉંના જવારામાં એવાં તત્ત્વો છે જેના કારણે આખા શરીરના કચરાની સફાઈ થઈ જાય છે. શરીરનાં ઝેરી તત્ત્વોને એ શરીરની બહાર કાઢી નાખે છે.
- ત્વચા અને કરચલી જેવી બાબતોમાં પણ જ્વારાનો પાઉડર ઉત્કૃષ્ટ સાબિત થઈ શકે છે. ત્વચા પર એ નવી રોનક લઈ આવે છે અને કરચલીઓ દૂર કરે છે.
- ખીલ જેવી સમસ્યા કે અન્ય ચર્મરોગનું મૂળ કારણ શરીરની અંદરનો બગાડ હોય છે. જવારાનો પાઉડર સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે અને તેનો કાયમી ઈલાજ કરે છે.
- જવારાના રસ કરતાં પણ તેનો પાઉડર-ટેબ્લેટ વગેરે ઉત્તમ ગણાય છે, કારણ કે રસ કાઢ્યા પછી તત્ક્ષણ તેનું સેવન કરવું પડે છે. બહારગામ જવાનું થાય, ઊઠવામાં વહેલું-મોડું થાય તો રસ નિયમિત લઈ શકાતો નથી. જવારાના પાઉડરમાં જવારાના રસના લગભગ ૯૬ ટકા ગુણો અકબંધ રહે છે. તેથી પાઉડર-ટેબ્લેટ એક સુગમ, સરળ અને રસ કરતાં સસ્તો વિકલ્પ છે.
- વૈજ્ઞાનિક સંશોધનોએ પુરવાર કર્યું છે કે નુકસાનકારક બેક્ટેરિયા પર જ્વારા દ્વારા કાબૂ મેળવી શકાય છે.
- જવારામાં રહેલું ક્લોરોફિલ શરીર માટે ચમત્કારિક કાર્ય કરે છે. તેના કારણે લિવરને ખાસ્સો ફાયદો થાય છે.
- જવારામાં રહેલું મેગ્નેશિયમ શરીર માટે અદ્ભુત કાર્ય કરે છે. તેનાથી જૂની કબજિયાતની સમસ્યાથી પણ કાયમી રાહત મેળવી શકાય છે.
- નિયમિત જ્વારાનો પાઉડર લેવાથી દાંતનો સડો પણ દૂર થાય છે. પેઢાની મજબૂતી વધે છે.
- વૈજ્ઞાનિક પરીક્ષણોમાં એ પણ પુરવાર થયું છે કે જવારાનો રસ નિયમિત લેવામાં આવે તો શરીરમાંથી આવતી દુર્ગંધ (બૉડી ઑડર) પણ દૂર થાય છે.
- જવારાના પાઉડરમાં રહેલા એમિનો એસિડ્સના ઊંચા પ્રમાણને કારણે શરીરમાં કોષોનું નવનિર્માણ બહુ ઝડપથી વધે છે. એન્ઝાઈમ્સને લીધે યૌવન પણ જળવાયેલું રહે છે, અકાળે વૃદ્ધત્વ અટકે છે.
- વિદેશી-એલોપથી દવાઓનાં કારણે શરીરમાં જે ઝેર એકઠું થયું હોય છે તેને જ્વારામાં રહેલું લિક્વિડ ક્લોરોફિલ દૂર કરે છે. ક્લોરોફિલને લીધે જવારા તમને ડાયાબિટીસ કાબૂમાં રાખવામાં પણ મદદ કરે છે.
- એક્ઝિમા કે સોરાઈસિસ જેવા ચામડીનાં દર્દોમાં પણ જ્વારા બહુ મદદરૂપ નીવડે છે. જવારાના નિયમિત ઉપયોગ થકી સોરાઈસિસને પૂર્ણત: કાબૂમાં રાખી શકાય છે. વાસ્તવમાં રક્તવિકારને કારણે થતા કોઈ પણ રોગમાં તેનો ઉપયોગ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
- ધૂમ્રપાન કે ઝેરીલા વાયુને લીધે ફેફસાંમાં જે ચાંદાં પડી ગયાં હોય કે કાર્બન મોનોકસાઈડને લીધે ફેફસાંને જે નુકસાન થયું હોય તેને ઠીક કરવામાં જ્વારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. ધૂમ્રપાન છોડ્યા પછી પણ લાંબા ગાળા સુધી તેની અસર ફેફસાં પર રહે છે. જવારા આવા કિસ્સામાં ખાસ્સા ઉપયોગી છે.
- જવારાના પાઉડરના અનેક ઉપયોગ છે. ગળું ખરાબ હોય તો પાઉડરમાંથી જ્વારાનો જ્યુસ બનાવી તેના કોગળા કરી શકાય. મોંની દુર્ગંધ દૂર કરવા તેના પાઉડરને થોડો ચાવવો અને પછી થૂંકી કાઢવો. આ ઉપાય અકસીર સાબિત થાય છે.
- કૅન્સર જેવી ગંભીર બીમારી સામે પણ જવારાનો પાઉડર જબરદસ્ત રક્ષણ આપે છે. શરીરની ગાંઠ ઓગાળવાની તેનામાં પૂરેપૂરી ક્ષમતા છે. પ્રથમ કે બીજા સ્ટેજના કૅન્સર સામે તો એ અકસીર ગણાય છે.
- જવારા એક ઉત્તમ ઔષધ છે. તેના નિયમિત સેવનથી ઊંઘ બહુ સારી આવે છે. આખા શરીરને પુન:જીવન આપવાની તેની શક્તિને લીધે શરીરમાં એક નવી જ ચેતનાનો સંચાર થાય છે.
- શરીરમાં કોઈ પ્રકારની ખંજવાળ હોય તો એ જ્વારાથી દૂર થઈ શકે છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો આવા ચર્મરોગ થવાની નોબત જ આવતી નથી.
- સેક્સ લાઈફ માટે, તંદુરસ્ત સેક્સ લાઈફ માટે જવારા આશીર્વાદરૂપ છે. તેનાથી ફર્ટિલિટીમાં વધારે થતો હોવાનું વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયું છે.
- હાર્ટની બીમારીમાં પણ જવારા બહુ ઉપયોગી સિદ્ધ થાય છે. જ્વારામાં રહેલું જઘઉ નામનું તત્ત્વ રેડિયેશનથી પણ શરીરનું રક્ષણ કરે છે.
- જવારાથી શરીરનો રક્તપ્રવાહ યોગ્ય રીતે થતો રહે છે. તેમાં રહેલું ક્લોરોફિલ આ પ્રક્રિયા બહુ સરળ અને કાર્યક્ષમ બનાવે છે.
- જાણીતા ન્યુટ્રિશનિસ્ટ ડૉ. બર્નાર્ડ જેન્સને સાબિત કર્યું છે કે જ્વારા પચાવવામાં શરીરને માત્ર થોડી ક્ષણોનો સમય લાગે છે અને તે પચાવવા શરીરને બહુ ઓછો શ્રમ પડે છે.
- બધા ગ્રીન પ્લાન્ટની માફક જવારામાં પણ ભરપૂર ઑક્સિજન છે, સ્વાભાવિક રીતે જ તે મગજના કોષોને ચેતનવંતા રાખવામાં મદદરૂપ નિવડે છે.
- જવારામાં શરીરનું ઝેર દૂર કરવાનાં જે તત્ત્વો છે તેવા પૃથ્વી પરની બીજી એકપણ વનસ્પતિમાં નથી. ગાજરના રસને શરીરનું ઝેર દૂર કરવા માટે ઉત્તમ મનાય છે. પણ ડૉ. એન્ન વિગ્યોરનાં સંશોધનમાં તારણ નીકળ્યું છે કે જવારામાં ગાજર, કોબી વગેરે કરતાં ચાલીસ ગણા વધુ પ્રમાણમાં આવાં તત્ત્વો મળી રહે છે.
- એક ચમચી જવારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં ૫૦૦ ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને ‘સંપૂર્ણ આહાર’ ગણવામાં આવે છે.
- ઘઉંના જવારામાં વિટામિન-સી સંતરાં કરતાં બમણું છે અને વિટામિન-એ ગાજર કરતાં ડબલ માત્રામાં છે. વિટામિન બી-૧૨ માત્ર બે જ શાકાહારી વસ્તુમાંથી મળે છે – જેમાંથી એક છે – ઘઉંના જવારા.
- જવારાના રસ વચ્ચે અને પાઉડર વચ્ચે ઘણો તફાવત છે. રસ ગાળવામાં આવે ત્યારે તેમાંથી રેસા (ફાઈબર) અને અન્ય અનેક તત્ત્વો દૂર થઈ જાય છે. ઘઉંના જવારા જો ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં ન આવ્યાં હોય તો તેમાં અનેક જંતુનાશકો અને ધાતુઓ ભળી જાય છે. રસ કાઢ્યા પછી તાત્કાલિક તેનું સેવન કરી લેવું પડે છે. પાઉડર તો કોઈ જ પ્રિઝર્વેટિવ વગર એક વર્ષ રહે છે.
- ઘઉંના જવારા સ્ત્રીની પ્રજનનશક્તિમાં ભરપૂર વધારો કરે છે. સ્તનપાન કરાવતી માતાઓ માટે એ ઉત્તમ છે અને પ્રેગનન્ટ સ્ત્રીઓ માટે તે પ્રકૃતિના આશીર્વાદ છે. સ્ત્રીની અનેક પ્રકારની સમસ્યાઓનો તે એક રામબાણ ઈલાજ છે.
- આયુર્વેદ જેને ‘કાયાકલ્પ’ કહે છે – તે પ્રક્રિયા માટે જ્વારા અકસીર છે, એ આખા શરીરને નવજીવન બક્ષે છે. હાથ-પગ કે શરીર તૂટતું હોય તો જ્વારા તેમાં પણ ઉપયોગી છે.

Our Home Page | Click Here |
Whatsapp Group | Click Here |