ભરતી / પાદરા નગરપાલિકા ભરતી 2023 : આજે અમે તમને ભરતી વિશે માહિતી અપશું. હમણાં જ તાજેતરમાં પાદરા નગરપાલિકા, પાદરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર વિવિધ એપ્રેન્ટીસોની ભરતી યોજનાર હોય, જેના અનુસંધાને આઈ.ટી.આઈ. પાદરા (મહુવડ) તથા પાદરા નગરપાલિકાના સંયુક્ત ભરતીમેળાનું આયોજન આપેલ સરનામે કરવામાં આવેલ છે.
Job – પાદરા નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | પાદરા નગરપાલિકા ભરતી 2022 |
પોસ્ટ નામ | એપ્રેન્ટીસ ભરતી 2022 |
કુલ જગ્યા | 21 |
સ્થળ | પાદરા (વડોદરા) |
અરજી છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયે 20 દિનમાં |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પાદરા નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર ભરતી 2023
પાદરા નગરપાલિકામાં ફાયરમેન, વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર અને અન્ય એપ્રેન્ટીસ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, લાયકાત, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા નીચે મુજબ છે.

એપ્રેન્ટીસની ભરતી 2023
ક્રમ | પોસ્ટ | કુલ જગ્યા | લાયકાત |
1 | સેનેટરી ઇન્સ્પેકટર | 02 | એસ.આઈ. (આઈ.ટી.આઈ/સરકાર માન્ય એસ.આઈ કોર્ષ) |
2 | સ્ટ્રીટ વેન્ડીંગ ફી વસુલાત ક્લાર્ક | 06 | એસ.એસ.સી. પાસ |
3 | ગટર શાખામાં ઓપરેટર-વાયરમેન | 01 | એસ.એસ.સી. પાસ સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ |
4 | ગટર શાખામાં સુપરવાઈઝર | 01 | એસ.એસ.સી. પાસ |
5 | વોટર વર્કસ શાખામાં ઓપરેટર | 04 | એસ.એસ.સી. પાસ |
6 | વાહન શાખામાં ડ્રાઈવર-ફાયરમેન | 02 | ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ |
7 | ફાયરમેન | 03 | આગના કામનો અનુભવી |
8 | કોમ્પ્યુટર ઓપરેટર | 01 | આઈ.ટી.આઈ/સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્ષ |
9 | સ્ટ્રીટ લાઈટ શાખામાં ડ્રાઈવર-વાયરમેન | 01 | ધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ. સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ |
ઉંમર મર્યાદા
- 18 થી 35 વર્ષ સુધી
સ્ટાઇપેન્ડના ધોરણ
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઇપેંડ પેટે દર મહીને ચૂકવવામાં આવશે.
અગત્યની સુચના
અરજદારે અરજી સાથે એલ.સી./શૈક્ષણિક લાયકાત, અનુભવ સર્ટીફીકેટ/આધારકાર્ડ/પાનકાર્ડ/બેંક પાસબુક રજુ કરવાના રહેશે.
એપ્રેન્ટીશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.
ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસ કરેલ ન હોવી જોઈએ.
આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે.
ભરતીમેળાની જાણ કોલ લેટર દ્વારા કરવામાં આવશે.
ઉમેદવારે અરજીની નકલ તથા તમામ પ્રમાણપત્રો સાથે ઉપરોક્ત સ્થળે, સમયે અને તારીખે હાજર રહેવું.
ઉપરોક્ત જગ્યાઓ પૈકી સવર્ગવાર જગ્યાઓમાં વધારો કે ઘટાડો નગરપાલિકાની જરૂરિયાત મુજબ કરવામાં આવશે.
નોંધ : આ ભરતીની માહિતી અમને વિવિધ માધ્યમથી પ્રાપ્ત થયેલ છે. અમારો મુખ્ય હેતુ આપના સુધી માહિતી પહોંચાડવાનો છે તેથી ભરતીની માહિતીની ખરાઈ કરી પછી જ અરજી કરો.
પાદરા નગરપાલિકા ભરતી 2023 માટે અરજી કઈ રીતે કરશો?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયેથી દિન-20માં પાદરા નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, પાદરા નગરપાલિકા, પાદરાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Techmexo હોમ પેજ | અહીં ક્લિક કરો |